Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ગાંધીધામ તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ ૧૦૦ કાર્યકરો સાથે કર્યા કેસરિયા

ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને આપ્યું સમર્થન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : ચુંટણી પ્રચારના આખરી તબક્કામાં કચ્છમાં રાજકીય ગરમાવો વરતાઈ રહ્યો છે. ગાંધીધામ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને ગળપાદર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી અલપેશભાઈ જરૂ એ કોંગ્રેસ ના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. શ્રી અલ્પેશભાઈ જરૂ એ તેમના સમર્થકો શ્રી શામજી પચાણ બવા, શ્રી મોહનભાઈ ધનજી મરડ, શ્રી શાન્તિલાલ કરશન મ્યાત્રા, શ્રી અશ્વિન આગરીયા, શ્રી આશીષભાઇ મરડ, શ્રી દેવરાજ મરડ, શ્રી કિરણ દેવદાન બવા અને મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરોએ ભાજપનો ખેસ ભાજપનાં કાર્યકારી પ્રમુખશ્રી વલમજીભાઈ હુંબલનાં હસ્તે ધારણ કર્યો હતો. કોંગ્રેસી આગેવાનોએ ગાંધીધામ મત વિસ્તારનાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીને જંગી બહુમતીથી જીતાડવા તનતોડ મહેનત કરશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.  કચ્છ જિલ્લા ભાજપ ના કાર્યકારી પ્રમુખ શ્રી વલમજીભાઈ હુંબલ  કચ્છ જિલ્લા પંચાયત સહકાર અને સિંચાઇ સમિતિ ના ચેરમેન અને ગાંધીધામ વિધાનસભા ના ઇન્ચાર્જ શ્રી ધનજીભાઈ હુંબલ ની હાજરી માં ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ,સાધુ સમાજ મળીને ૧૦૦ જેટલા કાર્યકરો સાથે મળીને અલ્પેશભાઈ જરૂએ કેસરિયા કર્યા હતા.

(10:05 am IST)