Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જુના પીપળીયા પ્રા. શાળા વિદ્યાર્થી દ્વારા મતદાન વિધાર્થી દ્વારા જાગળતિ રેલી 

 આટકોટ : જુના પીપળીયામાં આવેલ પ્રાથમિક શાળાના ધોરણ ચાર થી આઠના ૧૨૦ વિદ્યાર્થીઓએ લોકોને સંદેશો આપ્‍યો હતો કે મતદાન કરવું આપણી ફરજ છે.   હાલમાં ચુંટણી પ્રચાર યાત્રા પણ ગામે ગામ થઇ રહી છે. હાલમાં ગુજરાત ભરમાં ચુંટણી માહોલ જામ્‍યો છે ત્‍યારે  ઘણાં એવાં લોકો છે જે મતદાન કરતાં નથી ત્‍યારે પીપળીયા ગામનાં મુખ્‍ય માર્ગો પર વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચાર કર્યા હતા કે મતદાન કરી આપણી ફરજ નીભાવી દરેક લોકોને મતદાન આવશ્‍યક કરવું જોઈએ. દરેક મતદાતાઓ પહેલી તારીખે અવશ્‍ય મતદાન કરવું તેવો લોકોને સંદેશો આપ્‍યો હતો. નાના ભુલકાઓ મેઈન માર્ગ પર ફર્યા હતા. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

 

(10:27 am IST)