Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જામનગરના સુર્યપરા ગામે પાણી વાળવા પ્રશ્‍ને પત્‍નિ સાથે ઝઘડોઃ પતિનો આપઘાત

જામનગર, તા.૨૬: સુર્યપરા ગામની સીમમાં ચંદ્રેશપટેલની વાડીમાં રહેતા કેશરબેન ગુડુભાઈ ભાંભર, ઉ.વ.૪૦ વાળા એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ગુડુભાઈ શેરૂભાઈ ભાંભરને પાણી વાળવા બાબતે તેની પત્‍ની કેશરબેન સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા પોતાની જાતે કુવામાં પડતુ મુકી ડુબી જતા મૃત્‍યુ પામેલ છે.

આંકડા લખતા બે ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાનચોક, મકરાણી કબ્રસ્‍તાન પાસે આરોપી હુશેન ઉર્ફે હુચી જમાલભાઈ શેખ, ઈકબાલ સુલેમાનભાઈ કુરેશીએ હારજીત કરી રોકડા રૂ.ર,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જી.જી.હોસ્‍પિટલના પાર્કિગ માંથી મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ધનસુખભાઈ કચરાભાઈ ખાણધર, ઉ.વ.૩ર, રે. ગુલાબનગર, દયાનંદ સોસાયટી શેરી નં.૧, સપના પાનની બાજુમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાનું હોન્‍ડા એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦, બી.પી.૧પ૩૬ નું જે સને-ર૦૧૩ નું જી.જી.હોસ્‍પિટલની સામે આવેલ પાર્કિંગની પહેલી લાઈનમાં પાર્ક કરેલું તે કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દરેડમાં જુગાર રમતા પાંચ શખ્‍સો ઝડપાયા

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સુમીતભાઈ હિરાભાઈ શિયાર એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ આલ્‍ફાસ્‍કુલની સામેની ગલીમા સાગાભાઈની ખોલીની પાસે, સ્‍ટ્રીટલાઈટના અજવાળે આરોપી લોકન્‍દ્રસિંહ જગરામસિંહ મોર, રણજીતકુમાર રામકિશોર ઉમરૈયા, નિરજકુમાર લાલસિંહ પલીયા, મહતાપ્રસાદ ગોટીરામ ગુબરીયા, જગમોહન મહેરબાન સેતોલીયાએ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૪૬૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:18 am IST)