Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

સરા ૧૦૮ની ટીમે ટ્‍વિન્‍સની સફળ ડિલેવરી કરાવી

વઢવાણ : માનવ સેવા એજ પ્રભુ સેવા ના મંત્ર ને વરેલા સરા ૧૦૮ની ટીમ દ્વારા  લીયા ગામની વાડી વિસ્‍તાર મા ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા શંકરભાઇ મંગાભાઇના પુત્ર નિલેષ ની પત્‍ની રતનબેન ને પ્રસવ પિડા ઉપડતા સરા  ૧૦૮ ની મદદ લીધી હતી પાઇલોટ ધર્મેન્‍દ્ર માંડાણી અને ઇએમટી શલૈષભાઇ પટેલ તુરત સ્‍થળ પર પહોંચી  સારવાર અર્થે સરા ૧૦૮ વાન મારફત મૂળી લઇ જવાતા હતા રસ્‍તામા ઇએમટી શલૈષ ભાઇ એ તપાસ કરતા મહિલાના પેટમાં બે બાળક હોવાનુ માલુમ પડતા મહિલાના પરિવારજનો ગભરાઇ ગયા હતા વધુ પ્રસવ પિડા ઉપડતા ૧૦૮ વાનને રસ્‍તા ની સાઇડ પર થોભાવી શલૈષભાઇ એ સમય સુચકતા વાપરી પોતાની કુનેહ વડે મહિલાને રસ્‍તા મા જ ડિલેવરી કરાવતા  પ્રથમ બેબી અને પાચ મિનીટ બાદ બાબાનો જન્‍મ કરાવેલ હતો બાબો રડતો નહતો પરંતુ શલૈષ પટેલે આવડત મુજબ સારવાર કરાતા મહિલા સાથે ટ્‍વિન્‍સ બાળકો ની યોગ્‍ય સારવાર કરાતા પરિવાર સહિત લોકો એ  સરા ૧૦૮ના સ્‍ટાફ ની અને સરકારની ૧૦૮ સેવાને બિરદાવી હતી.

(11:59 am IST)