Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જસદણ ચૂંટણી તંત્રએ અગાઉ જપ્‍ત કરેલી એક લાખની રોકડ પરત કરી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૨૬ : જસદણ ચૂંટણી પંચ દ્વારા થોડા દિવસ પૂર્વે એક નાગરિક પાસેથી જપ્ત કરેલી એક લાખ રૂપિયાની રોકડ સંતોષકારક જવાબ  અને ખુલાસા તથા આધાર પુરાવા  મળતા  તેના માલિકને પરત કરવામાં આવી હતી.

 જસદણ વિધાનસભા બેઠક માટેનાં ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ દ્વારા નિયુક્‍ત કરવામાં આવેલી વિછીયા તાલુકા થોરીયાળી પાસેની ચેકપોસ્‍ટ ખાતે સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમનાં અધિકારી એફ. બી. મુલતાની તથા ટીમ દ્વારા સ્‍કોર્પિયો ગાડી નંબર જીજે ૦૩ એમએલ ૨૩૯૮ માંથી એક લાખ રૂપિયાની રોકડ ગાડીમાં બેઠેલા વલુભાઈ પોપટભાઈ સભાડ પાસેથી જપ્ત કરવામાં આવી હતી.આ જપ્ત થયેલી રકમ બાબતે  વલુભાઇ સભાડે આ રકમ જસદણ યાર્ડમાં વેપારી- કમિશન મારફતે કપાસ વેચ્‍યો હોય તે પેટે રકમ આવી હતી તેવો જવાબ રજૂ કરતા તેમજ તે અંગેના વાઉચર સહિતના આધાર પુરાવા રજૂ કર્યા હતા. જેને  ધ્‍યાને ચૂંટણી પંચ દ્વારા નિયુક્‍ત કરવામાં આવેલ એક્‍સપેન્‍ડિચર મોનિટરિંગ સેલની ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા વલુભાઈએ  રજુ કરેલા વિવિધ વાઉચર તેમજ જવાબની ચકાસણી કરી  આ રકમ કોઈ રાજકીય ઉપયોગ માટેની નહી હોવાનો સંતોષ થતા આ રકમ વલુભાઈ સભાડને પરત કરવામાં આવી હતી.

(11:22 am IST)