Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જસદણ બેઠકમાં સૌથી વધુ મતદાન વર્ષ ૨૦૧૨માં ૮૦.૬૨ ટકા નોંધાયું હતું

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૬: જસદણ વિધાનસભા બેઠક માટે ૧૯૬૨ ની પ્રથમ ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન તથા ૨૦૧૨ ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું.

જસદણ વિધાનસભા બેઠકની ૧૯૬૨ ની પ્રથમ ચૂંટણીમાં ૪૦.૭૯ ટકા, ૧૯૬૭ ની ચૂંટણીમાં ૫૬.૮૧ ટકા, ૧૯૭૨ ની ચૂંટણીમાં ૪૮.૯૪ ટકા, ૧૯૭૫ ની ચૂંટણીમાં ૭૦.૫૫ ટકા, ૧૯૮૦ ની ચૂંટણીમાં ૫૨.૯૦ ટકા, ૧૯૮૫ ની ચૂંટણીમાં ૫૦.૯૮ ટકા, ૧૯૯૦ ની ચૂંટણીમાં ૫૦.૦૫ ટકા, ૧૯૯૫ ની ચૂંટણીમાં ૬૫.૪૩ ટકા, ૧૯૯૮ ની ચૂંટણીમાં ૬૧.૧૦ ટકા, ૨૦૦૨ ની ચૂંટણીમાંᅠ ૭૭.૫૬ ટકા, ૨૦૦૭ ની ચૂંટણીમાં ૬૪.૨૧ ટકા, ૨૦૦૯ ની પેટા ચૂંટણીમાં ૬૯. ૮૭ ટકા,ᅠ ૨૦૧૨ ની ચૂંટણીમાં ૮૦.૬૨ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૨ ની ચૂંટણીમાં યોજાયેલ મતદાન ૮૦. ૬૨ ટકા એ જસદણ બેઠકના ઇતિહાસનું સૌથી વધુ મતદાન હતું એટલું જ નહીં સમગ્ર રાજયમાં પ્રથમ રાઉન્‍ડની ચૂંટણીમાં બીજા નંબરનું મતદાન હતું. હવે અત્‍યારની ચૂંટણીમાં જસદણ બેઠકમાં કેટલું મતદાન થાય છે તેના ઉપર લોકોની નજર છે.

(11:24 am IST)