Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાવનગરના સીદસર રોડ પર કાર અડફેટે અજાણ્‍યા આધેડનું મોત

ભાવનગરના સીદસર રોડ,હિલપાર્ક સોસાયટી નજીક ગત રાત્રીના સમયે કાર અડફેટે અજાણ્‍યા રાહદારીનું બનાવ સ્‍થળે મોત નીપજ્‍યું હતું,જ્‍યારે કાર પણ અકસ્‍માત સ્‍થળથી થોડે દૂર પલ્‍ટી ખાઈ ગઈ હતી. આ બનાવના પગલે સ્‍થાનિક લોકો તેમજ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દોડી આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્‍યા આધેડના મળતદેહને હોસ્‍પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:30 am IST)