Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કચ્‍છમાં ઠંડીમાં વધારોઃ નલીયામાં ૧૦.૧ ડીગ્રી

ગાંધીનગર ૧૩.૩ અમરેલીમાં ૧પ ડીગ્રી ઠંડીઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ધીમે-ધીમે વધારોઃ મોડી રાત્રે-વહેલી સવારે શિયાળા જેવુ હવામાન

રાજકોટ, તા., ર૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમાં ધીમે-ધીમે વધારો થઇ રહયો છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાઇ રહી છે. આજે કચ્‍છના નલીયામાં સૌથી વધુ ઠંડી ૧૦.૧ ડીગ્રી નોંધાઇ છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્‍છમાં આજે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે અને સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્‍છના નલીયામાં ૧૦.૧ ડીગ્રી નોંધાયું છે.

નવેમ્‍બર મહિનો વિદાય લઇ રહ્યો છે ત્‍યારે હવે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ઠંડીના પગરવ થવા લાગ્‍યા છે. આમ તો દિવાળી બાદ જ ઠંડીનો અહેસાસ થવા લાગતા હોય છે. જો કે આ વર્ષે ઠંડીની થોડી મોડી શરૂઆત થઇ છે. હાલ સૌરાષ્‍ટ્રના વિવિધ ભાગોમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની વાત કરીએ તો જામનગર, જુનાગઢ અને મોરબીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. આ બાજુ દ્વારકામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

વેસ્‍ટર્ન ડિસ્‍ટબન્‍સના કારણે હવે દરેક ઋતુ મોડી શરૂ થાય છે જેની અસર શિયાળામાં પણ દેખાઇ છે. આ વર્ષે ડીસેમ્‍બર અને જાન્‍યુઆરીમાં  ઠંડી ખુબ જ પડશે તેવું અનુમાન લગાવાઇ રહયું છે. જો કે અત્‍યારે બપોરને બાદ કરતા વહેલી સવાર અને રાત્રીના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહયો છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરેલા આંકડા અનુસાર આજે નલિયામાં લઘુતમ ૧૧.૬ તાપમાન રહ્યું હતું. જો કે આગામી પાંચ દિવસ સુધીમાં તાપમાન વધુ ઘટાડો થવાની કોઇ સંભાવના નથી.

કયાં કેટલી ઠંડી

શહેર            લઘુતમ તાપમાન

અમદાવાદ      ૧પ.ર

અમરેલી        ૧પ.૦

બરોડા          ૧૬.૦

ભાવનગર      ૧૬.૬

ભુજ            ૧૬.ર

ડોસા            ૧૩.૯

દીવ            ૧૯.૭

દ્વારકા           ૧૯.ર

ગાંધીનગર     ૧૩.૩

કંડલા           ૧૭.૦

નલીયા         ૧૦.૧

ઓખા           ર૩.૬

પોરબંદર       ૧૭.૩

રાજકોટ         ૧પ.૬

સુરત           ૧૯.૬

વેરાવળ        ર૧.૮

 

(11:34 am IST)