Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબીના મકનસરમાં કિરણબેન કોળી પર ગંગાબેન અને તેના પુત્રનો હુમલો

બધાએ સાથે લોન લીધી હોઇ ગંગાબેન લોન ન ભરતાં હોઇ સમજાવવા જતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૬: મોરબીના મકનસરમાં રહેતાં કિરણબેન અમૃતભાઇ ઝીંઝુવાડીયા (કોળી) (ઉ.વ.૨૭) પર પડોશમાં જ રહેતાં ગંગાબેન અને તેના પુત્ર દિલીપે કુહાડી, તલવારથી હુમલો કરતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃએ મોરબી પોલીસને જાણ કરી હતી.

કિરણબેનના પતિ પાન-માવાની દૂકાન ચલાવે છે. સગાએ જણાવ્યું હતું કે કિરણબેન અને પડોશી ગંગાબેન સહિતે એક સાથે લોન લીધી હોઇ પણ હાલમાં ગંગાબેન લોન ભરપાઇ કરતાં ન હોવાથી બેંક તરફથી સુચના આવતાં કિરણબેન આ બાબતે વાત કરવા જતાં ઝઘડો કરી હુમલો કરાયો હતો.

(12:00 pm IST)