Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ગોંડલમાં જુગાર રમતા ચાર શખ્‍સો પકડાયાઃ બે શખ્‍સો છૂ

રાજકોટ તા. ર૬: ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા જયારે  ર શખ્‍સો નાસી છુટયા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલ વોરા કોટડા રોડ ભારત મચ્‍છી સેન્‍ટરની પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ સીટીના પી.આઇ. મહેશ સંગાડાના માર્ગદર્શન હેઠળ પો. કો. જયસુખભાઇ ગરાંભડીયા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) હાજી ઉર્ફે કાળુભાઇ જુમાભાઇ ઠેબા ધંધો પેઇન્‍ટર રહે. ગોંડલ વોરા કોટડા રોડ પંચપીરની ધાર, (ર) રણજીત લક્ષ્મણભાઇ રાદડીયા ધંધો મજુરી રહે. ગોંડલ વોરા કોટડા રોડ પંચપીરની દરગાહ પાસે, (૩) રમઝાન અલારખાભાઇ બેલીમ ધંધો-મજુરી રહે-ગોંડલ વોરા કોટડા રોડ પંચપીરની ધાર તથા (૪) મહેબુબ ઉમરભાઇ ખોખર ધંધો-મજુરી રહે-ગોંડલ વોરા કોટડા રોડ પંચપીરની ધાર પાસેને રોકડા રૂા. ૧૯,૪૮૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. જયારે (પ) અમીર ઉર્ફે ભાકલો યાસીનભાઇ પઠાણ રહે. ગોંડલ વોરાકોટડા રોડ તથા (૬) ઇમરાન ઉર્ફે પપૈયોગોરી રહે. ગોંડલ વોરાકોટડા રોમડ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:39 am IST)