Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભારતીય સંવિધાન દિવસ

જૂનાગઢ : ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.  ૨૬ નવેમ્બરના રોજ ભારતના બંધારણને દત્તક લેવાની ઉજવણી માટે ભારતમાં ઉજવવામાં આવે છે.૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ, ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ સ્વીકાર્યું, અને તે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું.

દુનિયાનું સૌથી મોટુ બંધારણ ભારત નું છે.તેં કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્રારા નહીં પણ હાથે થી લખવામાં આવ્યુ હતુ. તેને લખતા ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ થયા હતાં અને ૨૮૪ લોકો દ્રારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. સંવિધાન દિવસ જેને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત સરકારે ગેઝેટ સૂચના દ્વારા ૧૯ નવેમ્બર ૨૦૧૫ ના રોજ ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઘોષિત કરી હતી.

ભારતના સંવિધાનનું મહત્વ

ભારતનું સંવિધાન વિશ્વનાં સંવિધાનોમાં સૌથી લાંબું સંવિધાન છે. સંવિધાન તે રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. તે દ્વારા રાષ્ટ્રની રાજ્ય વ્યવસ્થા તેનું માળખું, સરકાર અને તેની સંસ્થાઓના અધિકારો અને ફરજો નિશ્ચિત કરવામાં આવે છે. સંવિધાન તે દેશનો મૂળભૂત રાજકીય કાનૂન છે. આપણું સંવિધાન વિવિધ દેશોનાં સંવિધાનોનો ગહન અને તલસ્પર્શી અભ્યાસ કરી તેનાં ઁશ્રેષ્ઠ પાસાઓ પસંદ કરી રચવામાં આવ્યું છે.

કાયદા દિવસ

ડૉ.બી.આર. આંબેડકરે (ઝ્રશ્વ. ગ્ર્ીર્ણુી લ્ર્ીત્ર્ફૂણુ ખ્ૃણુફૂફુત્ત્ર્ીશ્વ) ભારતનું બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ૨૬ નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૬ નવેમ્બર સૌપ્રથમ કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે ૧૯૩૦માં કોંગ્રેસ લાહોર કોન્ફરન્સમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પસાર કરવામાં આવી હતી, આ ઘટનાની યાદમાં, કાયદો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(1:07 pm IST)