Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જેતપુર વિધાનસભા વિસ્તારની ૩૮૧ મહિલા પોલિંગ ઓફિસરને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

 વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અનુસંધાને આગામી ૦૧ ડિસેમ્બરના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન દિવસે ચૂંટણી કામગીરીની પ્રક્રિયા સબંધે જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ ખાતે ૩૮૧ જેટલા મહિલા પોલિંગ ઓફિસર અને મહિલા પ્રીસાઈડિંગ ઓફિસરોને ઈ.વી.એમ. અને વીવી-પેટ તેમજ ચૂંટણીની ફરજ દરમિયાન કરવાની થતી કામગીરી સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ પ્રક્રિયામાં ઉપસ્થિત મહિલા પ્રીસાઈડિંગ ઓફિસરો, મહિલા પોલિંગ ઓફિસરોને તેઓને સોપ્વામાં આવેલી કામગીરી અંગે અવગત કરાયા હતા, સાથોસાથ ફરજ બજાવનારા કર્મચારીઓ પોતાની કામગીરી સરળતાથી અને સુપેરે પાર પાડી શકે તે માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરૃ પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલિમાર્થીઓને સંજયભાઈ વેકરીયા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર સ્ટાફને તાલીમબદ્ધ કરાયા હતા. (તસ્વીર-અહેવાલ : કેતન ઓઝા-જેતપુર)

(1:09 pm IST)