Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની મતગણતરી ઘુંટુ પોલીટેકનીકમાં થશે

મોરબી,તા.૨૬ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્‍બરે અને બીજા તબક્કામાં ૫ ડિસેમ્‍બરે મતદાન બાદ આગામી તા.૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્‍યારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની મતગણના ઘુંટુ પોલીટેકનીકમાં થશે.

 મોરબી જિલ્લામાં તા.૧ના રોજ પ્રથમ  ચરણમાં મતદાન બાદ આગામી તા.૮ના રોજ મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે રીસીવિંગ ડીસ્‍પેચીંગ સેન્‍ટર મોરબી બેઠક માટે ઘુંટુ રોડ ઉપર  પોલીટેકનીકમાં, ટંકારા બેઠક માટે ઓરપેટ કન્‍યા વિદ્યાલય અને વાંકાનેર બેઠકની મતગણના અમરસિંહજી હાઈસ્‍કૂલ ખાતે કરવા માટે તંત્ર દ્વારા નક્કી કરાયું છે અને ત્રણેય બેઠકો માટે મતગણતરી ઘુંટુ રોડ ખાતે આવેલ  પોલીટેકનીક ખાતે કરવામાં આવશે.

(1:10 pm IST)