Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

સોમનાથ વિધાનસભામાં અપક્ષનો દબદબો ગમે તેને પાડી દેશે

સતા પક્ષ ઉપર સૌથી વધારે જોખમ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૬: સોમનાથ વિધાનસભામાં અપક્ષોનો દબદબો છે સમાજ તેમજ સરકારદ્રારા પણ અનેક સમજાવટો લોભલાલચ આપવા છતા છેલ્લે સુધી લડીલેવાનો ઉમેદવારોએ લલકાર કરેલ છે.

સોમનાથ વિધાનસભામાં રાજકીય પક્ષોના ત્રણ ઉમેદવારો સામે ૬ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેની અસર હવે દેખાય રહી છે આ ઉમેદવારો દ્રારા અનેક જગ્યાએ હોર્ડીગ મારવામાં આવેલ છે રીક્ષાઓ ફરતી થઈ ગયેલ છે તેમજ ચોપાનીયા ધરે ધરે પહોચાડી રહેલ છે રેલીપણ નિકળેલ હતી તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલ હતા. ઉમેદવારોએ જણાવેલ હતું કે માછીમાર સમાજને કોઈ ટીકીટ ન ફાળવેલ હોય તેમજ હંમેશા રપ થી વધારે મતો ભાજપ સાથે હોવા છતા તેના વિસ્તારોમાં કામો થતા નથી હાલ કામગીરી ચાલુ છે તેમાં ૧ર કરોડનું કામ હુડકો વિસ્તારમાં આપેલ છે ખારવા વાડા વિસ્તારમાં ફકત ૩૯ લાખનુ કામ આપેલ છે ખુલ્લેઆમ ભ્રષ્ટ્રાચાર થઈ રહેલ છે આ વખતે બતાવી દેવાનું છે કે માછીમાર સમાજ અભણ નથી સ્થાનીક મુદાઓ સીવાય કોઈની વાત સાંભણવી નહી આ વિસ્તારમાં આ વિસ્તારના પ્રશ્નો માટે વાતો જે પક્ષો કરે તેની સાથે રહેવું તેમ અપક્ષોએ જણાવેલ હતું.

સમાજમાં રાજકીય પક્ષોના ઉમેદવારે ટેકો માંગવા ગયેલ ત્યારે પટેલો તરફથી જાહેરાત થયેલ હતી કે સમાજ વિરૃઘ્ધ કોઈ કામગીરી કરે તેને ટેકો આપવો નહી તેમ છતા રેલીમાં હજારો યુવાનો જોડાયેલ હતા અપક્ષોના લીધે સતા પક્ષ ઉપર સૌથી વધારે જોખમ હોય તેમ જાણવા મળેલ છે.

(1:11 pm IST)