Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પોરબંદરમાં ચૂંટણી સમયે ખાણીપીણીની રેકડીધારકોને ગેરકાયદે વીજ જોડાણો ?

ખાણીપીણીના રેકડીધારકોને શહેર મધ્‍યેથી વેરાન જગ્‍યામાં ખસેડનાર તંત્રએ એકાએક નજીકની શાળામાંથી વીજ જોડાણો આપી દીધાનીચર્ચા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૬ : કેટલાંક સમય પહેલા શહેર મધ્‍યે ખાણીપીણીની રેકડી કાઢીને કુટુંબનુ પેટીયુ રળતા શ્રમજીવીઓને સ્‍થાનિક તંત્રએ અન્‍યાય કરીને શહેરની બારોબાર વેરાન જગ્‍યામાં કે જયાં રાત્રીના લાઇટ સુવિધા નથી ત્‍યાં ખસેડયા હતા. આ ખાણીપીણીના રેકડીધારકોને ચુંટણી સમયે તંત્ર દ્વારા પરોક્ષ અને રાજકીય મોભીને મદદરૂપ થવા ખાણીપીણીના રેકડીધારકોને નજીકની  એક શાળામાંથી ગેરકાયદે વીજ જોડાણો આપી દીધાની ચર્ચા છે.

સામાન્‍ય માણસ પોતાની જરૂરીયાત માટે મજુબરીથી કયારેક અન્‍ય મકાનમાંથી વીજ કનેકશન લ્‍યે તો તંત્ર દ્વારા વીજ ચોરીનો કેસ  કરી દેવામાં આવે છે ત્‍યારે ચૂ઼ટણી ટાણે ખાણીપીણીના રેકડીધારકોને રાત્રી લાઇટ માટે શાળામાંથી ગેરકાયદે અપાયેલ વીજ જોડાણોએ ભારે ચર્ચા જગાવી છે.વેરાન જગ્‍યામાં ખાણીપીણીના ધંધાર્થીઓને આ ગેરકાયદે  વીજ જોડાણો માત્ર ચુંટણીની તારીખ સુધી કામચલાઉ અપાયાની ચર્ચા થઇ રહી છે.

(1:15 pm IST)