Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જૂનાગઢમાં નજીવી બાબતે બે મિત્રો ઉપર સાત શખ્સોનો હૂમલો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬: જૂનાગઢમાં નજીવી બાબતે બે મિત્રો ઉપર સાત શખ્સોએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

અહિં ગાંધીગ્રામમાં રહેતો ૧૮ વર્ષીય રાહુલ કાંધાભાઇ સીંધવ નામનો યુવાન ગઇકાલે તેના મિત્રો સાથે નવી હાઉસીંગ કોલોની નીચે આવેલ બંધ દુકાનો પાસે બેઠો હતો.ત્યારે બે છોકરા એકટીવામાં આવેલ અને તેમની સાથે રાહુલ અને તેના મિત્ર જગદીશ વિક્રમભાઇ સિસોદીયાને બોલાચાલી થયેલ બાદમાં એક અજાણ્યા શખ્સે મોટર સાયકલ પર આવીને ગાળો કાઢી હતી.

આ પછી ગાંધીગ્રામમાં રહેતા સુરેશ પ્રતાપભાઇ રબારી તથા વિક્રમ રબારી તેમજ સુરેશભાઇનો દિકરો અને ત્રણ શખ્સોએ કાળા કલરની સ્કોર્પીયો આવી પ્લાસ્ટીકનાં પાઇપ વડે રાહુલ તેમજ જગદીશ ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા.

આ બનાવની વિશેષ તપાસ સી ડીવીઝનનાં પી.એસ.આઇ. જે. એમ. વાળા ચલાવી રહ્યા છે.

(2:44 pm IST)