Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મહેસાણા ચુંટણી કન્‍ટ્રોલ રૂમમાં ગોંડલ પંથકના પ્રોફેસરનું એટેકથી મોત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૪ :  મહેસાણાના કુકસ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા અને તાજેતરમાં જ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી ફરજ પર મુકાયેલા યુવકનું પોતાના ઘરે હાર્ટએટેકથી મોત નીપજ્‍યું હતું.

વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક દિવસો પૂર્વે કુકસ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા ૪૨ વર્ષીય અનિલભાઈ વેકરિયા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામના વતની હતા.

તેમને મહેસાણા વિધાનસભાની ચૂંટણીમાં કંટ્રોલ રૂમમાં ચૂંટણીની ફરજ સોંપાઈ હતી. ફરજમાં જવા હોય ઘરેથી તૈયાર થઈને ડ્‍યુટી પર નીકળતા હતા. તે સમયે અચાનક જ તેમને હાર્ટએટેક આવતાં મોત નીપજ્‍યું હતું. પરિવારજનો હોસ્‍પિટલ લઈ જતાં ડોક્‍ટરોએ તેમને મળત જાહેર કર્યા હતા. કર્મચારીના આકસ્‍મિક મોતને પગલે મહેસાણા મામલતદાર અને પ્રાંત સહિતના સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

(1:16 pm IST)