Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબી જિલ્લા પોલીસ ઓબ્‍ઝર્વરની નિમણુંક

મોરબી,તા.૨૬ : આગામી વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ માટે મોરબી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકો પર પોલીસ ઓબ્‍ઝર્વર  (Police Observer ) તરીકે કે.એજીલઅરેશન.IPS (Mr. K. EjilearassaneIPS)ની નિમણૂંક કરવામાં આવી છે.

 જેઓનો સંપર્ક મોબાઈલ નંબર : ૯૬૩૮૮ ૫૦૦૮૩, લેન્‍ડલાઈન નંબર : ૦૨૮૨૨-૨૯૯૩૧૩ પર તથા રૂબરૂ ધ ફર્ન હોટલ, રૂમ નંબર ૩૩૧, ખાતે સવારના  ૧૦  થી  ૧૨ સુધી થઇ શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.

(1:27 pm IST)