Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પોરબંદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મોટું પરિવર્તન આવે તેવી હવા ?

શકિતશાળી ગણાતા રાજકીય પક્ષના ગઢના કાંગરા ખરતા હોવાનું માણેક ચોક ઓટલા સમિતિનું તારણ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૬: વિધાનસભાની ચૂંટણીના આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે પોરબંદર બેઠક વિસ્‍તારમાં આ બાબતે  મોટું પરિવર્તન આવે તેવી હવા ફેલાયાનું તેમજ શકિતશાળી ગણાતા રાજકીય પક્ષના ગઢના કાંગરા ખરી રહ્યાનું તારણ માણેકચોક રાત્રી ઓટલા સમિતિએ લોકોના પ્રતિભાવ ઉપર મેળવેલ છે.

વિધાનસભા બેઠકમાં જીત માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું છે બીજી બાજુ કોંગ્રેસ પણ પ્રચારમાં કાઠું કાઢી રહેલ છે અને કેટલીક જગ્‍યાએ આમ આદમી પાર્ટી - ‘આપ'નું વચર્સ્‍વ વધતું જાય છે.

ભાજપ અને આપને લીધે કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ છે તેવી ચર્ચા છે. આ વખતે પોરબંદર બેઠક ઉપર મોટું પરિવર્તન આવે તેવી હવા તેમજ એક શકિતશાળી ગણાતા રાજકીય પક્ષના ગઢના કાંગરા ખરી રહ્યાનું તારણ માણેકચોક રાત્રી ઓટલા સમિતીએ કાઢયું છે.

એવી પણ ચર્ચા છે કે પક્ષ કરતા વ્‍યકિતને મહત્‍વ મળી રહ્યું છે. જે તે વિસ્‍તારોમાં થયેલ વિકાસકાર્યો ઉપરથી ઉમેદવારોને સન્‍માન અપાય રહ્યું છે. સાચુ ચિત્ર ચૂંટણીના ૭૨ કલાક પહેલા આવશે. આમ આદમી પાર્ટી  મતદારો ઉપર વચર્સ્‍વ જમાવવા ગણતરીમાં રહેલ છે. ચૂંટણી સમયે રાજકીય પક્ષના કેટલાક કાર્યકરો આગેવાનો અસંતોષ થતા તેઓ પક્ષ પલટો કરી ગયેલ છે ત્‍યારે આ પક્ષ પલટો કરનારાઓનું કંઇ ઉપજતું નથી તેવું મનાય રહ્યું છે.

(1:22 pm IST)