Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વીરપુર પ્રમુખપાર્ક સોસાયટી દ્વારા મતદાન બહિષ્‍કારની ચીમકી

વિરપુર જલારામ તા. ૨૬ : મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે , ત્‍યારે યાત્રાધામ વીરપુરની પ્રમુખપાર્ક સોસાયટીની મહિલામાં રોષ ફાટી નીકળ્‍યો હતો. પ્રમુખપાર્ક સોસાયટીમાં અહીંયા કોઇ પણ નેતાઓએ મત માંગવા સોસાયટીમાં આવવું નહીના બોર્ડ લગાવામાં આવ્‍યા છે તેમજ સ્‍થાનિકો દ્વારા અહીંયા કોઈ નેતાઓએ મત માંગવા આવવું નહિના નારા પણ લગાવ્‍યા ત્‍યારે ઘણા સમયથી વિકાસની વાતો વચ્‍ચે અહીં રોડ રસ્‍તા તેમજ ભૂગર્ભ ગટર તેમજ સ્‍ટ્રીટ લાઈટની પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી સોસાયટીના સ્‍થાનિક લોકોના આક્ષેપો મુજબ આ વિસ્‍તાર સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે, જેને લઈને અહીં પ્રાથમિક સુવિધાઓના કોઈ પણ કામ થયેલ નથી. વિધાનસભાની જેતપુર જામકંડોરણા ૭૪માં યાત્રાધામ વિરપુરના મતદારોનું ખાસ મહત્‍વ છે ત્‍યારે જો અહીંની પ્રમુખપાર્ક સોસાયટીમાં કામો નહિ થાય તો સમગ્ર સોસાયટીના રહેવાસીઓ દ્વારા મતદાનનો બહિષ્‍કાર કરશે તેવી ચીમકી ઉચ્‍ચારાય છે.

(1:23 pm IST)