Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજુલાના માંડળ ગામે મકાનમાં તસ્‍કરો ત્રાટકયાઃ સોના ચાંદીના દાગીનાની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૬ : રાજુલા તાલુકાના માંડળ ગામે તા.રપ-૧૧ની રાત્રીના ભીખાભાઇ સુરાભાઇ જીંજાળા ઉ.વ.૬૧ના રહેણાંક મકાનમાં કોઇ તસ્‍કરોએ રૂમના નકુચા તોડી અંદર પ્રવેશી સુટકેસમાં રાખેલ સોનાનો ચેઇન રૂા.૮૦૦૦ એક જોડ સોનાની બુટી રૂા.૪૦૦૦ સોનાની સર રૂા.ર૪૦૦ સોનાની માંદરડી રૂા.૧ર૦૦, સોનાની વીંટી બે રૂા.૪૮૦૦, સોનાનો કરડો રૂા.૪૦૦૦ સોનાની બુટી  રૂા.૧ર૦૦, બે સોનાના પેડલ રૂા.ર૪૦૦ ચાંદીના એક છડા રૂા.૩૦૦૦, ચાંદીના નાના છડાએક જોડ રૂા.૧ર૦૦ એક જોડ ચાંદીના કરડા રૂા.૩૦૦ ચાંદીનો જુડો નંગ - એક રૂા.૯૦૦૦ મળી કુલ રૂા.૩૩૪૦૦ની ચોરી કરી ગયાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ટીંબી સીમમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

મુળ દાહોદના નટવરભાઇ સંધોડ ઉ.વ.૩ર હાલ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મીણાભાઇ વાલજીભાઇ બાંભણીયાની વાડીમાં ભાગમાં વાવવા રાખેલ જેમાં કપાસ વીણતા હતા. ત્‍યારે હાર્ટ એટેકનો હુમલો આવી જતા મોત નીપજયાનું પત્‍ની કોકીલાબેન સંઘોડે નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધારીના પાણીયા સીમમાં ઝેરી અસરથી પરિણીતાનું મોત

ધારી તાલુકાના ચાંચઇ ગામે ભાગવી રાખેલ જમીનમાં માનસિક બીમાર જયોત્‍નસનાબેન જગદીશભાઇ વાઘેલા ઉ.વ.૩પને ઝેરી દવા ભેળવેલ પાણી પી જતા ઝેરી અસર થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજયાનું પતિ જગદીશભાઇ વાઘેલાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:24 pm IST)