Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબીમાં શાળાએ જવા નીકળ્‍યા બાદ તરૂણ મુકેશ પરમાર લાપતા

સીસીટીવી ફુટેજમાં મુકેશ એકલો જતો હોવાનું ખુલ્‍યું : પોલીસ દ્વારા શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૨૬ : મોરબી તાલુકામાં શાળાએ જવા નીકળ્‍યા બાદ તરુણ લાપતા થતાં પરિજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અંગે ફરિયાદી લીલાબેન પિયુષભાઇ કાલરીયાએ જણાવ્‍યું હતું કે, તેમનો ભત્રીજો મુકેશ કિરણભાઇ ઉર્ફે -પ્રકાશભાઇ પરમાર રોજની જેમ સવારે સાડા સાતેક વાગ્‍યે સ્‍કુલે જવા માટે નિકળેલ હતો. અને મુકેશ બપોરના એક સવા એક વાગ્‍યા સુધીમાં ઘરે આવી જતો હોય પરંતુ બે વાગ્‍યા સુધી મે મુકેશ આવ્‍યો નહી. લીલાબેનના પતિ કારખાને નોકરી ઉપર ગયેલ હોય લીલાબેન  તેમના પાડોશી સુરભીબેનને જાણ કરી હતી કે મુકેશ આવે તો તેમને ફોન કરવાનુ જણાવી લીલાબેન ધુંટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાએ તપાસ કરવા માટે ગયેલ હતી. સ્‍કુલ બંધ હોય અને સ્‍કુલની પાછળ આવેલ ગ્રાઉન્‍ડમાં કથા ચાલુ હોય સ્‍કુલના બધા છોકરાઓ કથા સ્‍થળે જમવા માટે ગયેલ હોય જેથી તેઓ પણ તે જમવાના સ્‍થળે મુકેશની તપાસ કરવા માટે ગયેલ પરંતુ મને મુકેશ મળેલ નહી જેથી કથા મંડપમાં જે માઇક લગાવેલ હોય તેના દ્વારા જાહેરાત કરાવેલ તેમ છતા મુકેશ મળેલ નહી. આ કથા મંડપમાં મુકેશની સ્‍કુલના શીક્ષકો પણ હાજર હોય તેઓને તથા મુકેશ સાથે અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લીલાબબેને મુકેશ બાબતે પુછપરછ કરેલ પરંતુ મુકેશની કોઇ માહિતી મળી ન હતી.

મુકેશ ઉ.વ.૧૩ વર્ષ, ૬ માસ, ૯ દિવસ છે. મુકેશનો વાને ઉજળો છે. પાતળા બાંધાનો છે. બન્ને પગના નરાના ભાગે ટાંકા લીધેલના નિશાન છે. મુકેશની ઉંચાઇ આશરે પોણા- પાંચેક ફુટની છે, જ્‍યારે મુકેશ ગયેલ ત્‍યારે તેણે કાળા કલરનું ટી શર્ટ તથા આછા બ્‍લ્‍યુ કરલનું જીન્‍સનુ પેન્‍ટ તથા દુધીયા કલરનુ સ્‍વેટર, તથા લાલ કલરની કાનપટ્ટી પહેરેલ હતુ. સ્‍કુલ બેગ પણ સાથે છે. પોલીસ તપાસમાં લાપતા મુકેશ એકલો જતો હોવાના સીસીટીવી ફુટેજ મળ્‍યા છે. લાપતા મુકેશ અંગે કોઇને માહિતી મળે તો

મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશન ફોન નંબર-૦૨૮૨૨ ૨૪૨૫૯૨ તથા પો.ઇન્‍સ. કે.એ.વાળા મો.નં. ૯૯૧૩૫ ૭૨૧૭૨ પર જાણ કરવા અપીલ કરી હતી.

(1:25 pm IST)