Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબીના લીલાપર ગામના એક જ પરિવારના ત્રિપલ મર્ડર કેસમાં પકડાયેલ સાત આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)દ ગોંડલ,તા.૨૬ : વર્ષ ૨૦૧૮ ના ઓગસ્‍ટ માસ માં મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં એક જ કુટુંબના ત્રણ લોકોના ત્રીપલ મર્ડર ક્રેઈસમાં ૭ આરોપીના જામીન રદ કરવાનો  ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.  અને તમામ આરોપીઓને બે અઠવાડીયામાં સરન્‍ડર થવાનો  હુકમ ફરમાવ્‍યો છે.

 ઓગસ્‍ટ - ૨૦૧૮ માં દીલાવરખાન પઠાણ, તેના પુત્ર મોમીનખાન પઠાણ અને અફઝલખાન અકબરખાન ની ખેતીની જમીન પડાવી લેવા  થયેલા લોહીયાળ ઝઘડા મા  આરોપી ધનજી મનસુખ ડાભી અને તેના કુટુંબી ભાઈઓ એ એક સંપ કરી, દીલાવરખાન પઠાણ તેના પુત્ર મોમીનખાન પઠાણ અને અફઝલખાન અબરખાન પઠાણની હત્‍યા કરી હતી. બનાવ અંગે  મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયો હતો.અને તપાસના અંતે ચાર્જશીટ દાખલ થયા બાદ એક પછી એક આરોપીઓએ સેશન્‍સ કોર્ટમાં જામની અરજી કરેલ તે મોરબી સેશન્‍સ કોર્ટ દ્વારા પેરીટીના મુદ્દા ઉપર મંજુર કરી આરોપીઓને જામીન મુકત કરાયાહતા. દરમિયાન તમામ આરોપીઓના જામીન કેન્‍સલ કરવા ગુજરનાર દીલાવરખાન પઠાણના પત્‍ની હકીઝાર્બન એ ગુજરાત હાઈકોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી.

 તમામ સાત આરોપીઓના જામીન કેન્‍સલ કરવાની અરજીની સુનાવણી ના.૨૩-૧૧-૨૦૨૨ ના હાથ ધરાતા   હાઈકોર્ટના જસ્‍ટીશશ્રી ગીતા ગોપી મેડમે સાતેય આરોપીઓના જામીન રદ કરતો હુકમ ફરમાવેલ અને આરોપીઓને બે અઠવાડીયામાં સરન્‍ડર થવા હુકમ કરેલ છે.

 આ કામમાં ફરીયાદી તરફથી ગોંડલ ના વકીલ પ્રશાંત ખંઢેરીયા રોકાયા હતા. 

(2:44 pm IST)