Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જસદણ જીક ફલાઇંગ સ્‍કવોડ દ્વારા કારમાં ૧ લાખની રોકડ જપ્ત

તસ્‍વીરમાં ફલાઇંગ સ્‍કવોડ નજરે પડે છે. (તસ્‍વીર : ધર્મેશ કલ્‍યાણી, જસદણ)

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૬ :  જસદણ ચૂંટણી તંત્રની ફ્‌લાઈંગ સ્‍કવોડ દ્વારા એક ગાડીમાંથી એક લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

જસદણ શહેરના વિછીયા રોડ ઉપર બજરંગ સ્‍પિનિંગ મિલ નજીક પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર તથા ફ્‌લાઈંગ સ્‍કવોડના અધિકારી એસ. જી. દતાણી તથા તેની ટીમનાં પોલીસ કોન્‍સ્‍ટેબલ અશોકભાઈ ભોજાણી, શૈલેષભાઈ સોલંકી, ભારતીબેન સહિતના સ્‍ટાફ દ્વારા સ્‍વિફ્‌ટ  ગાડી નંબર જીજે ૦૯ બીજી ૭૯૮૬ ની તપાસ કરતા તેમાંથી એક લાખ રૂપિયાની રોકડ જપ્ત થઈ હતી. કાર ચાલક હિંમતનગરના મનીષભાઈ મગનભાઈ મિષાીની પૂછપરછ કરવામાં આવી હતી. પંચરોજ કામ કરીને આ રકમ જસદણ પેટા તિજોરી ઓફિસમાં જમા કરાવવામાં આવી છે. જોકે આ રકમ ખરેખર ચૂંટણી સંબંધીત કામની હતી કે તેમની અંગત ઉપયોગની હતી તે બાબતે વિસ્‍તળત તપાસ કર્યા બાદ જરૂર લાગે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના જણાવ્‍યા મુજબ જસદણ વિધાનસભા વિસ્‍તારમાં કુલ નવ સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમ મૂકવામાં આવી છે.(તસવીર : ધર્મેશ કલ્‍યાણી જસદણ)

(1:29 pm IST)