Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ધ્રાંગધ્રા પાસે ડમ્‍પર પાછળ અથડાતા ટ્રકનો ભૂક્કો બોલી ગયો : ૨૦ કિ.મી. સુધી ટ્રાફિક જામ : ડ્રાઇવર-કિલિન્‍ડરની શોધખોળ

વઢવાણ : ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર ડમ્‍પરની પાછળ ટ્રક અથડાતા ટ્રકના ભૂક્કા બોલી ગયા છે જ્‍યારે ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર ૨૦ કિમી થી વધુ ટ્રાફિક જામ સર્જાયો છે તાત્‍કાલિક અસરે ધાંગધ્રા પોલીસને જાણકારી આપવામાં આવતા ઘટના સ્‍થળે પોલીસ દોડી ટ્રકના  ભૂક્કા બોલી જવા છતાં ડ્રાઇવર અને કિલિન્‍ડર કયાં છે તેની  તપાસ ચાલુ છે  ડમ્‍પર પાછળ ટ્રકની આગળની તમામ મોરો તૂટી ગયો છે અને તૂટીને બાજુમાં પડી ગયો છે અને કાટમાળમાં ટ્રક ફેરવાઈ ગયો છે ત્‍યારે રસ્‍તા પર  મોટી લાઈન અને ટ્રાફિકજામ સર્જાવા પામ્‍યો છે ત્‍યારે માલવણ પોલીસ પણ ટ્રાફિક પૂર્વવત કરાવવા માટે પહોંચી છે.

(1:32 pm IST)