Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા વધુ ૩૨ વાહનો ડિટેઇન કરતી ટ્રાફિક પોલીસ

અકસ્માતો સર્જી નાસી છૂટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડી પાડવામાં આરટીઓ તંત્ર હજુ શુભ મુહૂર્તના ઈંતઝારમાં

 મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ મોરબી ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ઝુંબેશ રંગ લાવી રહી છે. ગઈકાલે ટ્રાફિક પોલીસે આવા વધુ ૩૨ કાળમુખા વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, હાઇવે ઉપર આવી કાર્યવાહી કરવાની જેમની ફરજ છે તેવું મોરબી આરટીઓ તંત્ર હજુ વહીવટમાં વ્યસ્ત હોય શુભ મુહૂર્તના ઈંતઝારમાં હોવાનું મનાઈ રહ્યું છે.

જો કે, હાઇવે ઉપર બેફામ ગતિએ દોડતા ઓવરલોડેડ વાહનો પકડી પાડવાની અને દંડનીય કાર્યવાહી કરવાની જેમની ફરજ છે તેવા આરટીઓ વિભાગ દ્વારા હજુ સુધી એકપણ આવા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. એક અંદાજ મુજબ મોરબી જિલ્લામાં દરરોજ એક હજાર જેટલા ડમ્પરો રેતી અને ખનીજ ચોરી માટે દિવસ રાત ઓવરલોડ માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે અને આવા તમામ વાહનોની આરટીઓના હપ્તાખાઉ અને રોડ ઉપર જ આટાફેરા કરતા અધિકારીઓને પુરે-પુરી જાણકારી હોવા છતાં કમાઉ ફોલ્ડરિયાઓના ઉઘરાણાને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ પગલા ભરવા અસમર્થ બન્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે.

(7:27 pm IST)