Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ધ્રોલની બાવની નદીના પુલ ઉપર કાર હડફેટે બાઇક ચાલકનું વૃધ્ધનું મોત

ધ્રોલ,તા. ૨૭ : ધ્રોલ નજીક આવેલ બાવની નદીના પુલ પર બાઈક અને અર્ટીકા ફોરવીલ નુ અકસ્માત બાઈક ચાલક વૃધ્ધ અસવિનભાઈ બોડા ને તાત્કાલિક રાજકોટ ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા માથાના ભાગે શરીરમા ગંભીર ઈજા તથા તેઓના સારવાર બાદ તેઓનુ મૂત્યુ થયુ હતુ...

મળતી વિગતો મુજબ સોમવારે બપોર ના ૩:૩૦ વાગ્યાની આસપાસ ધ્રોલ નજીક બાઈક ચાલક અશ્વીનભાઈ રત્નાભાઈ બોડા જાતે પટેલ ઉ.વ.૫૫ રહે સનસિટી સોસાયટી ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર વાળા પોતાનુ મોટર સાયકલ રજી. નંબર GJ-10-DG-7933 વાળુ લઈ ઘરે થી ધ્રોલ ગામમા પોતાની દુકાને જતા હોય ત્યારે બાવની નદીના પુલના વચ્ચેના ભાગે પોહચતા પાછળથી જામનગર તરફથી આવતી અર્ટીકા ફોરવીલ ગાડી રજી નં-GJ-03-ME-0158 ના ચાલકે પોતાની ગાડી ફુલ સ્પીડમા ગફલતભરી રીતે ચલાવી આવી ફરીયાદીના કાકા અશ્વીનભાઈના મો.સાને પાછળથી ઠોકર મારતા અકસ્માત કરી પોતાની ફોરવીલ લઈ નાશી જતા આ અશ્વીનભઈને માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મૂત્યુ થયુ ફોરવીલ ચાલક સામે ધ્રોલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીર-અહેવાલ : સંજય ડાંગર-ધ્રોલ)

(10:45 am IST)