Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સાવર કુંડલા હોમગાર્ડ કમાન્ડર પ્રવિણ સાવજને મુખ્યમંત્રી મેડલ એનાયત

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૭ :.. હોમગાર્ડઝમાં કમાન્ડર તરીકે યશસ્વી ફરજ બજાવતા પ્રવિણભાઇ સાવજની પ્રશંસનીય સેવા બદલ રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી પામતા સાવરકુંડલા હોમગાર્ડજ યુનિટમાં ખુશીની લાગણી ફરી વળી છે.
શ્રી પ્રવિણ સાવજે હોમગાર્ડ ઉપરાંત સાવરકુંડલા નાગરીક સહકારી બેન્કના ચેરમેન તરીકે પણ સફળ સેવા આપી રહ્યા હોય શહેરભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે.

 

(1:13 pm IST)