Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વિછીયાથી તરઘડી ગામે લગ્નમાં આવેલા બે ભાઇઓ નારણભાઇ અને વિનુભાઇ પર હુમલો

નવાગામ રહેતાં દિકરીના મામાજી સહિતે જુના મનદુઃખમાં હુમલો કર્યો

રાજકોટ તા. ૨૭: વિછીયામાં શિવનગરમાં રહેતાં નાથબાવા ભાઇઓ પડધરીના તરઘડી ગામે લગ્ન પ્રસંગમાં આવ્યા હોઇ અહિ તેના વેવાઇએ આવી લાકડી પાઇપથી હુમલો કરી બંને ભાઇઓને ઘાયલ કરી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ વિછીયા રહેતાં અને મજુરી કરતાં વિનુભાઇ પુનાભાઇ ધાધલ (નાથબાવા) (ઉ.વ.૪૦) અને તેના ભાઇ નારણભાઇ પુનાભાઇ ધાધલ (ઉ.વ.૫૦) રાજકોટ મામાની દિકરીના લગ્ન પ્રસંગે રાજકોટના તરઘડી ગામે કાઠીયાવાડી હોટેલ પાસેના કારખાના ખાતે લગ્ન પ્રસંગે આવ્યા હોઇ અહિ નારણભાઇના દિકરીના મામાજી  રાજકોટ નવાગામ રંગીલામાં રહેતાં સુખનાથ, કાળુનાથ સહિતે કાર લઇને આવી લગ્નના જમણવારમાં ઘુસી વિનુભાઇ અને તેના ભાઇ નારણભાઇ પર હુમલો કરતાં બંનેને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.
નારણભાઇની દિકરી રિસામણે બેઠી હોઇ તે બાબતના મનદુઃખને લીધે આ હુમલો થયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ પડધરી પોલીસને જાણ કરી હતી.

 

(1:14 pm IST)