Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પોરબંદરમાં ૨૭ કોરોના પોઝીટીવ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૭ :. છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૪ કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૭ પોઝીટીવ કેસ આવ્યા છે.

જેમા યુગાન્ડા રોડ, નરસંગ ટેકરી, છાંયા, જુરીબાગ, કડિયા પ્લોટ સહિતના વિસ્તારો ઉપરાંત મિંયાણીમાં ૮ કેસ, રાણાવાવ, વનાળા, અમરદડ, રાણાબોરડી વિસ્તારમાં ૫ કેસ નોંધાયા છે. જેમા ૧૪થી ૬૫ વર્ષના દર્દીઓનો સમાવેશ થાય છે. ૨૪ કલાકમાં ૯ દર્દીઓને રજા અપાઈ છે. ૩૮૩ કેસ એકટીવ છે.

(12:32 pm IST)