Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ચોર ત્રિપુટીને પકડી રાજકોટ-પોરબંદરના ત્રણ વાહન ચોરીના ગુન્હા ડિટેકટ કરતી જુનાગઢ પોલીસ

જુનાગઢ, તા.,૨૭: રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ  પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ ઇચા. પોલીસ ઇન્સ્પેકટર એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.ડી.જી.બડવા તથા પો.સ.ઇ. એ.ડી.વાળા તથા પો.સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય તેમજ મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા  પ્રયત્નશીલ હોય દરમ્યાન એએસઆઇ વી.એન.બડવા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશ ડાભીને સંયુકતમાં હકીકત મળેલ કે ઝાંઝરડા રોડ ગરાનાળાથી ચોબારી રેલ્વે ફાટક તરફ જતા રસ્તે કબ્રસ્તાન નજીક રેલ્વેના પાટા પાસે ત્રણ ઇસમો ત્રણ મોટર સાઇકલ સાથે હાજર છે જેમાં એક સ્પ્લેન્ડર મોટર સાઇકલ લીલા પટાવાળુ તથા એક બુલેટ લાલ કલરનું તથા એક બુલેટકાળા કલરનું છે. જે ઉપરોકત ત્રણેય મોટર સાઇકલ ત્રણેય ઇસમોએ ચોરી અગર તો છલકપટથી મેળવેલ છે અને આ ત્રણેય મોટર સાઇકલ તેઓ સગેવગે કરવાની તૈયારીમાં છે ેતવી હકીકત આધારે તપાસ કરતા ત્રણેય ઇસમો ત્રણેય મોટર સાઇકલ સાથે હાજર મળી આવતા ત્રણેય ઇસમો પોલીસને જોઇ ભાગવા જતા પકડી લાવી પુછપરછ કરતા ઉપરોકત ત્રણેય મોટર સાઇકલ પોરબંદર અને રાજકોટમાંથી ચોરી કર્યાની હકીકત જણાવતા ત્રણેય ઇસમોને હસ્તગત કરી જુનાગઢ બી  ડીવી.પો.સ્ટે.માં આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ છે.

હસ્તગત કરેલ આરોપી (૧) દિવ્યેશ અનીલભાઇ વીરજીભાઇ ચુડાસમા અનુ.જાતી ઉ.વ.૩૦ ધંધો પ્રા.નોકરી, રહે. રાજકોટ કોઠારીયા સોલવંટ પાસે જય ખોડીયાર હોટલની બાજુમાં પુનીતનગર સોસાયટી ક્રિશ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦૪ (ર) દિલખુશ રામનિવાસ ઉકાલાલ જાટ ચૌધરી ઉ.વ.ર૧, ધંધો, પ્રા.નોકરી રહે. શીતલા મંદિર, શિવ વે બ્રીજ કાંટાની બાજુમાં ગોંડલ રોડ શાપર-વેરાવલ (૩) પ્રતીક ઉર્ફે પતુ ભરતભાઇ ગિજુભાઇ વાઘેલા અનુ.જાતી ઉ.જ.રર ધંધો અભ્યાસ રહે. સનસીટી આર્કેડ સોસાયટી ખાપટ વિસ્તાર પોરબંદર સામે ગુન્હો નોંધાયો છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ.ઇ. અુે.ડી.વાળા તથા એએસઆઇ વી.એન.બડવા તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશકુમાર ડાભી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:07 pm IST)