Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વિસાવદરના પત્રકાર ગિજુભાઈ વિકમાએ તેના પુત્ર કૃણાલના જન્મ દિવસ નિમિત્તે સવા લાખ રૂપિયાનું દાન આપ્યુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૭ :. વિસાવદરના પત્રકાર અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ઉપપ્રમુખ ગિજુભાઈ વિકમાએ તેના પુત્ર કૃણાલના જન્મ દિન નિમિત્તે સવા લાખ રૂપિયાનું દાન કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

તાજેતર ગિજુભાઈ વિકમાએ તેના પુત્રનો જન્મ દિવસ ઠાઠમાઠથી ઉજવવા સિવાય સમાજ સેવા થાય એવુ કાર્ય કરવાનો વિચાર આવતા તેઓએ અમદાવાદ ખાતે નિર્માણ થઈ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનના કાર્યમાં રૂ. ૧,૨૧,૧૨૧નું દાન અર્પણ કરતા તેમની સેવાને જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશ ભરાડ અને તેની ટીમે અને વિદ્યાર્થી ભવન વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ શશીકાન્તભાઈ બોરીચાંગર અને કમીટીએ બિરદાવી અને અભિનંદન પાઠવ્યા છે.

(1:08 pm IST)