Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મૂળ લખતર સુરેન્‍દ્રનગરના અને હાલે મુન્‍દ્રા રહેતાં યુવાનની કરપીણ હત્‍યા

ફાઇનાન્‍સના ધંધા સાથે સંકળાયેલ યુવાનની હત્‍યા કોણે કરી? પોલીસે શરૂ કરી તપાસ : મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે જામનગર ખસેડાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : કચ્‍છના મુન્‍દ્રામાં દેવેન્‍દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા નામના યુવકની  હત્‍યા કરવામાં આવી હોવાથી તેમના મળતદેહને જામનગર જી.જી હોસ્‍પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો.  જ્‍યાં પરિવારજનોએ જણાવ્‍યું હતું કે અગાઉ પણ આ વિસ્‍તારમાં એક યુવકની ઘાતકી હત્‍યા થઈ હતી ત્‍યાર બાદ ફરી એકવાર દેવેન્‍દ્ર સિંહનો મળતદેહ આ જગ્‍યાએથી બાઈકમાં મળી આવ્‍યો હતો અને મોઢાના ભાગે છરી વડે હુમલો કર્યાના નિશાન હતા જેને લઇને પોલીસ દ્વારા તાત્‍કાલિક હત્‍યારાઓને ઝડપી ન્‍યાય આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. (તસ્‍વીર : રાજ સંઘવી-મુંદ્રા, કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદિયાણી -વિનોદ ગલા દ્વારા) જામનગર, તા. ભૂજ, તા. ર૭ :  મુન્‍દ્રા નજીક બારોઈ ગોયેરસમા વચ્‍ચે વાડી વિસ્‍તાર નજીક નિર્જન જગ્‍યાએ ગળામાં ભાગે તીક્ષ્ણ ઘા મારેલી હાલતમાં મળી આવેલી લાશે ચકચાર સર્જી છે. મળતક યુવાનનું દેવેન્‍દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા અને તે મૂળ લખતર સુરેન્‍દ્રનગરના અને હાલે મુન્‍દ્રા શ્રીજી સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળે છે. દેવેન્‍દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા નાના મોટા ધીરધારના ધંધા સાથે સંકળાયેલા હોવાનું અને હત્‍યા માં સ્‍થળેથી તેમની બાઈક મળી આવી છે. ઘટના સ્‍થળે પહોંચી ગયેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્‍યાન મળતક યુવાનના મળતદેહને મોડી રાત્રે પી.એમ. માટે હોસ્‍પિટલમાં લવાયો ત્‍યારે મુન્‍દ્રા પીઆઈ મિતેષ બારોટ અને મામલતદાર ચિરાગ નિમાવતે લાશનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્‍પિટલમાં મળતકના પરિવારજનો ઉપરાંત મિત્ર વર્તુળ પણ દોડી આવ્‍યા હતા. દરમ્‍યાન મુન્‍દ્રા પીઆઈ મિતેષ બારોટે ‘અકિલા' સાથે વાત કરતાં જણાવ્‍યું હતું કે, પોલીસે હત્‍યાના બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.
 

(3:35 pm IST)