Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ભાજપના ફરી બોલાવવા પર જયંત ચૌધરીએ કહ્યું હું પીછેહઠ કરવાવાળો નથી: ૭૦૦ ખેડૂત પરિવારોના ઘર બરબાદ થયા ત્યારે ભાજપવાળા ક્યાં હતા?

 બીજેપીના આમંત્રણ પર રાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતા જયંત ચૌધરીએ કહ્યું છે કે તેઓ પીછેહઠ કરવાવાળા માહેના નથી.  બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે ભાજપના સાંસદ પરવેશ વર્માના ઘરે અનેક જાટ નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ભાજપને સમર્થન આપવાની અપીલ કરી હતી.

 

 બાદમાં પરવેશ વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જયંત ચૌધરી માટે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા છે.  એક દિવસ પહેલા જ જયંત ચૌધરીએ આના પર ટ્વીટ કરીને કહ્યું હતું - આમંત્રણ મને નહિ, તે ૭૦૦ થી વધુ ખેડૂત પરિવારોને આપો જેમના ઘર તમે બરબાદ કર્યા છે!!

 

 ગુરુવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે કોને ભાઈચારાની કોને એલર્જી છે.  પરંતુ ખેડૂતો જ્યારે કચડાય મર્યા ત્યારે ભાજપના નેતાઓ ક્યાં હતા.  તેઓ હજુ પણ મંત્રી તરીકે બેઠા જ છે.  જયંત ચૌધરીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી લડવાનો નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો છે.  તેણે કહ્યું કે લોકોએ તેને હળવાશથી ન લેવો જોઈએ.

(2:23 pm IST)