Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબીના પ્રેમજીનગરમાં પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે પકડી પાડ્યો

તાલુકા પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીને ધાર વિસ્તારમાંથી દબોચી લીધો

મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં મકાન વેચી નાખ્યા બાદ વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ ચકુંભાઈ રણવાએ તેની પત્ની ગંગાબેન રામજીભાઈ રાણવાને ગઈકાલે છરીના ઘા ઝીકીને તેણીની કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતાં થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક ગંગાબેનના પુત્ર જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવાએ તેના પિતા રામજીભાઈ રાણવા સામે પોતાની માતાની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તાલુકા પોલીસે આરોપીની શોધખોળ ચલાવી હતી. બાદમાં ગણતરીની કલાકોમાં જ આરોપીને પ્રેમજીનગર પાછળ આવેલ ધાર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બાદમાં આરોપીને ગુનાની કબૂલાત પણ આપી દેતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:17 am IST)