Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગણતંત્ર દિવસની નરસિંહ મહેતા નગરમાં સત્યમ સંસ્થા એ ઉજવણી કરી

ભુજ.    શહેરની નવી રાવલવાડી ખાતે આવેલા નરસિંહ મહેતા નગર ખાતે ગણતંત્ર દિવસની સવારે ,૧૦.૩૦ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

આ તકે  ભૂજ કો ઓ બેંક ના એમડી અને ભૂજ નગર સેવા સદનના પૂર્વ નગર સેવક ધીરેન ભાઇ ઠકકર તેમજ ભુજ નગર સેવા સદનના પૂર્વ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્ર ધ્વજ  ફરકાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ બાળકો માટે દેશભક્તિ ગીતો ની સ્પર્ધા યોજાઇ હતી તેમજ તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને બાળકોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા બાળકોને ઇનામો  અગ્રણી ધીરેન ભાઈ ઠક્કર,તેમજ નર્મદાબેન મનજીભાઈ ગામોટ, દ્વિજેન્દ્રભાઈ વોરા, તરફથી આપવામાં આવ્યા હતા તેમજ બાળકોએ ભારત માતાકી જય ના નારાથી નરસિંહ મહેતા નગર ગુંજી ઉઠ્યું હતું આજના દિને બાળકોએ દેશભક્તિના ગીતો પણ પોતપોતાની રીતે રજૂ કર્યા હતા આ તકે  સત્યમ સંસ્થા ના  દર્શક ભાઈ અંતાણી,નરેન્દ્ર ભાઈ સ્વાદિયા, વેલજીભાઈ મચ્છર, ભરતભાઈ સોની, પિનાકીન ભાઈ માકડ, ભુપેન્દ્રભાઈ અધિકારી, શિવાંગ અંતાણી, જયંતિ ભાઇ ડુડીયા તેમજ મહિલા ઓમા સ્મિતા અંતાણી, ઉમાબેન સોની, સ્વાતિબેન સોની, ભૂમિ કે અંતાણી, ગીતાબેન જોશી, વિમળાબેન મંગે, મીલીબેન પિત્રોડા, હર્શુતા બેન રાઠોડ, જયાબેન પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગ નાં ભૂતપૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આમ ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી,

(1:53 pm IST)