Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઉના અને તાલાળાના ૨ હોમગાર્ડ અધિકારીઓને ૨૬મી જાન્‍યુઆરીએ મુખ્‍યમંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત

કોવિડ-૧૯માં તેમજ તોકતે વાવાઝોડામાં ઉત્‍કૃષ્‍ઠ કામગીરીની સરાહના

(નવીન જોષી દ્વારા) ઉના,તા ૨૭ : ઉના અને તાલાળાના ૨ માનદ સેવા હોમગાર્ડ અધિકારીઓને કોવિડ-૧૯ તથા તોકતે વાવાઝોડા ઉત્‍કૃષ્‍ઠ કામગીરી માટે ૨૬ મી જાન્‍યુઆરીએ મુખ્‍યમંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલાળામાં હોમગાર્ડના માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા કે.બી.ભટ્ટ ઉના સી.જી. વઘેરા તાલાળાને ૨૬મી જાન્‍યુઆરી ૨૦૨૩માં મુખ્‍યમંત્રીશ્રી એવોર્ડ ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ છે.

પોલીસની મદદમાં કાયદો અને વ્‍યવસ્‍થા તેમજ કોવિડ-૧૯માં ઉત્‍કર્ષ કામગીરી કરવા બદલ તેમજ તોકતે વાવાઝોડામાં પ્રજાના સેવક બની કામગીરી કરવામાં આવતા હોમગાર્ડ દળમાં લાંબી પ્રશાસનીઓ કામગીરી કરવા બદલ રાજય સરકાર દ્વારા ગૌરવવંતો મુખ્‍યમંત્રી મેડલ જાહેર કરવામાં આવતા ગીર સોમનાથનું ગૌરવ વધારેલ છે. જિલ્લા કમાન્‍ડર શ્રી અતુલ ઠાકરના સીધા માર્ગદર્શન તથા નેતૃત્‍વમાં ગીર સોમનાથ જિલ્લામાં બે એવોર્ડ મળવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત કરેલ છે. તેમજ આ એવોર્ડથી જિલ્લા હોમગાર્ડ દળમાં ઉત્‍સાહ વધ્‍યો છે.

(10:42 am IST)