Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જૂનાગઢ બાદ માણાવદરના ત્રણ કારખાનામાં તસ્‍કરો ખાબક્‍યા

રૂા. ૧૯ હજારની રોકડ ચોરી ગયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭: જૂનાગઢ બાદ માણાવદરનાં ત્રણ કારખાનામાં ખાબકી તસ્‍કરો રૂા. ૧૯ હજારની રોકડ ચોરી ગયા હતા.

માણાવદર ખાતે મીનડી રોડ પર આવેલ ચંદ્રેશભાઇ રતનપરા તથા ઉમેશભાઇ ચાંગેલાની મીલ અને નરેન્‍દ્ર જીનીંગ વેર હાઉસને રાત્રીના સમયે તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું.

ત્રણેય કારખાનામાંથી તસ્‍કરો રૂા. ૧૯ હજારની રોકડ ચોરી ગયા હોવાથી ફરિયાદ  થતાં માણાવદરના ઇન્‍ચાર્જ પી.એસ.આઇ ઝેડ.એચ.ઝાકીરે તપાસ હાથ ધરી છે.

(10:43 am IST)