Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધારાસભ્‍ય રીવાબા જાડેજા દ્વારા ધ્‍વજવંદન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: પ્રજાસતાક દિવસની દેશભરમાં ગૌરવપૂર્વક ઉજવણી અંતર્ગત જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્‍ય રીવાબા જાડેજાએ ગણતંત્ર દિવસે જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિભાપર રોડ, ગુલાબનગર ખાતે આવેલી શાળા નંબર ૧૭/૫૯માં ધ્‍વજવંદન કર્યુ હતુ અને આ ગૌરવપૂર્ણ સમયે ધારાસભ્‍ય રમેશભાઇ કંસારા તથા હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. ધ્‍વજવંદન બાદ ધારાસભ્‍યએ બાળકો સાથે સમય વિતાવ્‍યો હતો. જેના કારણે બાળકોમાં પણ અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

(11:01 am IST)