Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સૌરાષ્‍ટ્ર - કચ્‍છ ઠરી ગયા : નલીયા ૪.૫, ગિરનાર ૭.૭ ડિગ્રી

લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા કડકડતી ઠંડીનો માહોલ યથાવત

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે પણ ઠંડીનો માહોલ બરકરાર છે. આજે નલીયામાં લઘુત્તમ તાપમાન ૪.૫ ડિગ્રી, ગિરનાર પર્વત ઉપર ૭.૭, રાજકોટમાં ૯.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : સોરઠમાં આજે કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્‍યું હતું. ગઇકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી રહ્યા બાદ આજે પારો ૧.૯ ડિગ્રી નીચે ઉતરીને ૧૨.૭ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. જેને લઇ આજે વધુ ઠંડી અનુભવાઇ હતી.

ગિરનાર પર્વત પર ૭.૭ ડિગ્રી ઠંડી રહી હતી. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહેતા ઠારમાં રાહત રહી ન હતી.

આજે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૯.૨ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૫.૫ મહત્તમ, ૧૪ લઘુત્તમ, ૪૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:21 pm IST)