Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ભાયાવદર પાસે ગૌવંશના માંસના જથ્‍થા સાથે ૬ શખ્‍સો પકડાયા

રાજકોટ, તા., ૨૭ : ભાયાવદર પોલીસે જામટીંબડી ગામ  પાસે ગૌવંશના માંસના જથ્‍થા સાથે ૬ શખ્‍સોને પકડી પાડી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભાયાવદરના જામટીંબડી ગામ પાસે સીમમાં રહેતા અમુક શખ્‍સો ગૌવંશના માંસના જથ્‍થાની ચુકવણી કરતા હોય ભાવીનભાઇ પટેલ રે. રાજકોટએ ભાયાવદર પોલીસને જાણ કરતા પીએસઆઇ કે.પી.મેતા તથા સ્‍ટાફે ઘટના સ્‍થળે દોડી જઇ જામટીંબડીના ગામની સીમમાં રહેતા નિરૂ કારાભાઇ ચૌહાણ, રણમલ મેરામભાઇ ચૌહાણ, રસીક ઘુડાભાઇ સિંધવ રે. ત્રણેય સાજડીયાળી, અમરશી ગાંડુભાઇ રાઠોડ, રઘા અમરશીભાઇ રાઠોડ તથા જીવન ઓઘડભાઇ પરમાર રે. હાલ જામટીંબડીને ગૌવંશના સુકવણી કરેલ માંસના જથ્‍થો ૧૩ કિ.ગ્રા. કિ. ૧૩૦૦ના જથ્‍થા સાથે પકડી પાડી તમામ સામે ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:45 am IST)