Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

કેશોદ પાસે આખલા સાથે બાઇક અથડાતા જૂનાગઢના વૃધ્‍ધનું મૃત્‍યુ

રખડતા ઢોરને લઇ વધુ એક મોત

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૭ : કેશોદ પાસે આખલા સાથે બાઇક અથડાતા જૂનાગઢના મોટર સાયકલ સવાર વૃધ્‍ધનું મોત થયું હતું. આમ રખડતા ઢોરને લઇ વધુ એક માનવ મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જૂનાગઢનાં ૬૩ વર્ષીય હમીદખાન જમાલખાન બેલીમ તેમના જીજે૧૧સીકે-૨૦૧૫ નંબરના મોટરસાયકલ પર બેસીને કેશોદ પાસેના માંગરોળ રોડ પર આવેલ ચાંદીગઢના પાટીયા નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્‍યારે એક આખલો અચાનક રોડ પર આવી જતાં તેની સાથે હમીદખાનનું બાઇક અથડાયું હતું. આ રીતે સર્જાયેલા અકસ્‍માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી વૃધ્‍ધનું મૃત્‍યુ નિપજ્‍યું હતું

(11:47 am IST)