Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધોરાજી નજીક આવેલા કેરાળી ગામે વિશ્વેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ પ્રસંગે ધર્મસભા યોજાઇ

સાંસદ રમેશભાઇ ધડુકની ઉપસ્‍થિતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૭ : ધોરાજી અને જેતપુર વચ્‍ચે આવેલગામ કેરાળી ત્રિવેણી સંગમ તીર્થ ગણાતા વિશ્વેશ્વર મહાદેવ મંદિરનાં  પ્રાણ પ્રતિષ્‍ઠાન મહોત્‍સવ નાં બીજા દિવસે યજ્ઞ પૂજા સાથે વિશાળ ધર્મસભા યોજાઈ હતી.

મંદિરના મહંતશ્રી મધુસૂદન દાસજી બાપુની નિશ્રામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ગુજરાતમાંથી સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા. ધર્મસભામાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્‍થિતિ વચ્‍ચે ધર્મસભામાં ગોપાલ દાસ બાપુ એ જણાવેલ કે વર્તમાન સમયમાં ધર્મ, શાષા અને સંતો વિકટ સંઘર્ષ માંથી પસાર થઈ રહ્યા છે. જોકે સમય અનુસાર સર્વે શુભ એને મંગળકારી થઈ રહેશે.

હિન્‍દુ સનાતન ધર્મ વિશે તેજાબી વકતવ્‍ય આપતા શ્રી ૧૦૦૮ મહંતશ્રી ઘનશ્‍યામ દાસજી મહારાજ એ ધર્મસભામાં જણાવ્‍યું હતું કે હિન્‍દુ ધર્મમાં શાષા અને શષા બન્ને ની આવશ્‍યકતા છે. બન્ને ધર્મના અભિન્ન અંગ છે. ભારત હિન્‍દુ રાષ્‍ટ્રના નિર્માણ તરફ લઈ જવાની ચિંતા અને  પ્રયત્‍ન સૌ એ સાથે મળી કરવો પડશે. કાશી વિશ્વનાથ કોરિડોર ની  પ્રશંસા કરવાની સાથોસાથ મથુરા ખાતે આવેલ મસ્‍જિદ વિષે ટિપ્‍પણી કરી જણાવેલ કે મથુરા તો કળષ્‍ણ નગરી છે. કળષ્‍ણ જન્‍મભૂમિ છે. ત્‍યાં પણ હજુ અનેક અવરોધો છે જે દૂર કરવા રહેશે. હિન્‍દુ ધર્મનું જતન, હિન્‍દુ સંસ્‍કળતિ રક્ષા અને હિન્‍દુ સંસ્‍કાર પરંપરા ને આગળ ધપાવવા સંતોનો ઉપદેશ અને માર્ગદર્શન જરૂરી છે.

આ ઉપરાંત ધર્મસભામાં રામદયાલ દાસજી મહારાજ, રામ ભૂષણ દાસજી બાપુ, ભગવાન દાસજી બાપુ, વિષ્‍ણુ દાસ બાપુ, બંસિદાસ બાપુ, લક્ષ્મીદાસ જી બાપુ, હરિદાસ જી બાપુ, વિષ્‍ણુ પૂરી બાપુ જૂના અખાડા, મહંતશ્રી ઋષિ કુમારી, મહંતશ્રી તારા પૂરી બાપુ, સહીત સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ગુજરાત માંથી સાધુ સંતો મહંતો ધર્મસભામાં ઉપસ્‍થિત રહી હિન્‍દુ સનાતન ધર્મ વિશે ઉદબોધન અને માર્ગદર્શન આપ્‍યું હતું.

ધર્મસભા બાદ સંત ભોજન અનેબહોળી સંખ્‍યામાં મહાપ્રસાદનો લાભ ભાવિકો શ્રદ્ધાળુ ઓ એ લીધો હતો.

(11:51 am IST)