Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ફલ્લામાં ડેલ્‍ટા સ્‍કુલમાં ટ્રાફિક અને અકસ્‍માત નિવારણ અંગેનો સેમિનાર યોજાયો

ફલ્લા :  જામનગર તાલુકાના ફલ્લા નજીકના સોયલ ગામ પાસે આવેલ ડેલ્‍ટા શાળામાં ટ્રાફિકનાં નિયમો અને વારંવાર બનતા હાઇવે અકસ્‍માત અંગે જાગૃતિ માટે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જામનગરના પીએસઆઇ ચૌધરી, ટ્રાફીક પીએસઆઇ મોઢવાડીયા, આરટીઓ ઇન્‍સપેકટર એમ. એન. ગઠારા, અન્‍ય સ્‍ટાફ, એમ.એન.ટીના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા. વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહીતી આપીને જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે શાળાનાં ટ્રસ્‍ટીઓ સુરેશભાઇ ગાંભવા સંજયભાઇ વાસંજાળીયા, શ્‍યામભાઇ ધમસાણીયા ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મનસુખભાઇ ઠાકરે કરેલ હતું.(તસ્‍વીર : મુકેશ વરિયા ફલ્લા)

(1:52 pm IST)