Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ટંકારા લખધીરગઢ ગામે શ્રી કષ્‍ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીના નવનિર્મિત મંદિરમાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૨૭ :  ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે શ્રી કષ્ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીની નવનિર્મિત મંદિર માં ત્રિદિવસીય પ્રાણ  પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તારીખ ૩ થી ૫ ફેબ્રુઆરીના રોજ યોજાશે.

ટંકારા તાલુકાના વખત લખધીરગઢ ગામે બાલાજી પોલિપેક તથા નેચરલ ટેકનો ફેબના પટાગણમાં, અમરસીભાઈ દેવશીભાઈ પનારા, દેવેન્‍દ્રભાઈ અમરશીભાઈ પનારા તથા જગદીશભાઈ અમરશીભાઈ પનારા દ્વારા નૂતન મંદિર નિર્માણ કરાયેલ છે.

આ મંદિરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી તથા શ્રી બહુચરાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ તા.૩ થી ૫ ફેબ્રુઆરીના રોજ શાષાી શ્રી હિંમતભાઈ જોશી હજનાડીવાળા તથા બળવંતરાય એમ દવે મોરબી વાળાના આચાર્ય પદે યોજાયેલ છે.

  આ પ્રાણ  પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તા. ૩, ૪ અને ૫ ના રોજ યોજાશે. તારીખ ૩ના રોજ ગણપતિ પૂજન, હવન તથા પૂજા આરતી થશે .તારીખ ૪ ના રોજ જલયાત્રા શોભાયાત્રા તથા પૂજા અર્ચના થશે. તારીખ ૫ ના રોજ પ્રાણ  પ્રતિષ્‍ઠા વિધિ થશે.

  તારીખ ૩ ને રાત્રે સુંદરકાંડના પાઠ તથા ધુન ભજન અને તારીખ ૪ ના રોજ ભજન ડાયરો અને રાસ ગરબા યોજાશે.

   આ પ્રાણ  પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં પરમ પૂજ્‍ય રાજકુમાર દાસજી મહારાજ અધિકારી શ્રી રામ વલ્લભ કુંજ જાનકી ઘાટ અયોધ્‍યા યુપી વિશેષ ઉપસ્‍થિત રહેશે આ ઉપરાંત આ પ્રાણ  પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં સંતશ્રીઓ મહંતો, રાજકીય સામાજિક સહકારી આગેવાનો તથા ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહેશે.

(11:53 am IST)