Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

યાત્રાધામ વિરપુરમાં લાડલી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તળતીય સમૂહલગ્ન યોજાયા

વીરપુર જલારામ : પૂજ્‍ય જલારામ બાપાએ શરૂ કરેલ  સદાવ્રતને ૨૦૩ વર્ષ પૂર્ણ થયા તે પાવન દિવસે એટલે કે મહા સુદ બીજને સોમવારના દિવસે શેખ ગ્રાઉન્‍ડ ખાતે લાડલી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તળતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ૨૦૨૩ યોજવામાં આવ્‍યા હતા.આ સમૂહલગ્નમાં છ જેટલા નવદંપતીઓએ -ભુતામાં પગલાં પાડ્‍યા હતા. આ સમૂહલગ્નમાં કન્‍યાઓને કરિયાવરમાં સોનાની ચૂક સહીત નાનીમોટી વસ્‍તુઓ આપવામાં આવી હતી.આ સમૂહલગ્ન સમારોહમાં પૂર્વ સાંસદ સ્‍વ.વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર લલિતભાઈ રાદડીયા, રાજકોટ દૂધ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,પૂર્વ આરોગ્‍ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, જેતપુર તાલુકા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત સદસ્‍ય ભુપતભાઇ સોલંકી તેમજ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતભાઇ ધાંધલ,વિરપુર ગામના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા સહિતના મહાનુભાવો હાજર રહી નવદંપતીઓને આર્શીવચન પાઠવ્‍યા હતા, લાડલી ચેરીટેબલ ટ્રસ્‍ટના ચોથા સમૂહ લગ્ન પણ આવતા વર્ષે મહા સુદ બીજને દિવસે યોજવામાં આવશે તેવી જાહેરાત પણ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવી હતી,આ સમૂહ લગ્નમાં સંકલન અને એન્‍કરીગ રમેશભાઈ ગઢિયાએ કર્યું હતું. સમૂહલગ્નને સફળ બનાવવા લાડલી ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ રાજુભાઇ બારૈયા તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : કિશન મોરબીયા, વીરપુર જલારામ)

(11:53 am IST)