Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધોરાજી અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘ દ્વારા નુતન ઉપાશ્રયનો ઉદ્દઘાટન સમારોહ

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૭ :  ધોરાજી અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘ દ્વારા  નુતન ઉપાશ્રય ઉદ્ધાટન સમારોહ લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્‍છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્‍વામીના નિશ્રાવતી ડોક્‍ટર પૂજ્‍ય ગુરુદેવ શ્રી નિરંજનમુનીજી તથા પૂજ્‍ય શ્રી ચેતનમુનિજી (બંધુ બેલડી)ના અધ્‍યક્ષ સ્‍થાને ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

 સ્‍થાનકવાસી જૈન લીમડી સંઘના પ્રમુખ અરુણભાઈ મગનભાઈ સંઘાણી એ જણાવેલ કે ધોરાજીને આંગણે  શ્રી અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘ ના આંગણે ભવ્‍ય નૂતન ઉપાશ્રયના ઉદ્ધાટન સમારો યોજવામાં આવ્‍યો હતો.

ધોરાજી લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્‍છાધિપતિ પૂજ્‍ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્‍વામિ ના નીશ્રાવતી ડોક્‍ટર પૂજ્‍ય ગુરુદેવ શ્રી નિરંજનમુનિજી તથા પૂજ્‍ય શ્રી ચેતનમુનિજી (બંધુબેલડી) તેમજ લીમડી અજરામાં સંપ્રદાયના મહાસતીઓમાં દ્વિતીય સ્‍થાન સ્‍વભાવનારા સરલ સ્‍વાભાવી પૂજ્‍ય શ્રી સરલાકુમારી મહાસતીજી પૂજ્‍ય શ્રી ઇન્‍દુકુમારીજી મહાસતીજી આદિ થાણા પૂજ્‍યશ્રી વર્ષાકુમારીજી મહાસતીજી આદિ થાણાઓ પૂજ્‍ય કોમલજી મહાસતીજી આદિ થાણા ઓ તેમજ સવંત ૨૦૭૯ નો ચાતુર્માસ ગચ્‍છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્‍વામીના આજ્ઞાનુંવંતી સરળ સ્‍વાભાવી પૂજ્‍ય શ્રી સરલાકુમારીજી મહાસતીજી પૂજ્‍ય શ્રી ઇન્‍દુકુમારીજી મહાસ્‍વતીજી આદિ થાણા ૬નો ચાતુર્માસ પ્રાપ્ત થયેલ છે જેવો સમારોહમાં ધોરાજી ખાતે પધારતા ધોરાજી જૈન સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ગાંધી વાડી ખાતે નુતન ભવન ઉદઘાટન સમારોહ તેમજ સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાયા હતા.

પૂજ્‍ય ગુરુદેવ શ્રી ડોક્‍ટર નિરંજન મુનિજી એ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે પરભવનું ભાથુ એટલે ઉપાશ્રય ધોરાજીની આંગણે ૮૦ વર્ષ બાદ નૂતન ઉપાશ્રયનો લાભ જૈન સમાજને મળ્‍યો છે ૮૦ વર્ષ પહેલાં ગોંડલ સ્‍ટેટના કારીગરો દ્વારા અત્‍યંત મજબૂત ઉપાશ્રય બનાવવામાં આવી હતી. જે ૮૦ વર્ષ પછી તેમનો રેનોવેશન દાતાઓના દાનથી ખૂબ જ અત્‍યંત સિસ્‍ટમ દ્વારા આજે ખુલ્લો મુકવામાં આવ્‍યો છે એટલે જ ઉપાશ્રયની જરૂરિયાત એટલા માટે છે કે ભવ ભવનો ભાથુ એટલે ઉપાશ્રય.  ઉપાશ્રય તમારા જીવનના શાંતિ માટેનો સ્‍થળ છે અહીં દરરોજ જૈન સમાજના જીવન માટે ઉપાશ્રય મહત્‍વનું સ્‍થાન આગળ ગણાય છે. અમને ગૌરવ છે કે ધોરાજી લીમડી સંઘ ગોંડલ સંઘ નો સંકલન ખૂબ જ સરસ છે કારણ કે ધોરાજી જેતપુર અને જુનાગઢ ત્રણે ત્રણ તાલુકા વચ્‍ચે લીંબડી સંઘ તેમજ ગોંડલ સંઘ ચાતુર્માસ બાબતે ખૂબ જ સંકલનથી ચાલે છે ધોરાજીમાં લીમીટેશનનો ચાતુર્માસ હોય તો ગોંડલનો ચાતુર્માસ જુનાગઢ હોય અથવા જેતપુર હોય આ પ્રકારે સંકલન થયું છે તે ખૂબ જ અભિનંદન ને પાત્ર છે આ સાથે વિશાળ જૈન સમુદાયને વિસ્‍તળત આશીર્વાદ પાઠવ્‍યા હતા.

નૂતન ઉપાશ્રયના ઉદ્ધાટન સમારોહ ચંદ્રકાંતભાઈ ઈશ્વરલાલ ગાંધી ભૂતપૂર્વ પ્રમુખ ઇન્‍ડિયન મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિએશન મૂળ વતની ધોરાજી તેઓના અધ્‍યક્ષ સ્‍થાને સમારોહ યોજાયો હતો.

સમારંભના મુખ્‍ય મહેમાન પદે ભરતકુમાર શેઠ અધ્‍યક્ષ લીમડી સંપ્રદાય તેમજ દિલીપકુમાર તેજાણી જૈન અગ્રણી ધોરાજી સન્‍માનિત ગોવિંદભાઈ પટેલ ગ્રુપ, ચંદ્રકાંતભાઈ દોશી સરા, ભરતભાઈ ડેલીવાડા લીંબડી, કિશોરભાઈ શાહ જેતપુર, મધુકાંતભાઈ ખંધાર રાજકોટ, સી.પી દલાલ રાજકોટ, જીતેન્‍દ્રભાઈ દેસાઈ જેતપુર, લલિતભાઈ દોશી જુનાગઢ, સરદભાઈ દામાણી ધોરાજી, હરસુખભાઈ શાહ સુરેન્‍દ્રનગર, શશીકાંતભાઈ દોશી સુરેન્‍દ્રનગર, નવીનચંદ્ર દોશી મોરબી, કમલેશભાઈ મહેતા જોરાવરનગર, ભરતભાઈ શાહ વાંકાનેર, રજનીભાઈ શાહ સાયલા વગેરે મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ધીરજલાલભાઈ છેડાએ  સંચાલન કર્યું હતું.

નુતન જૈન ઉપાશ્રયના વ્‍યાખ્‍યાન હોલના દાતા હિરાબેન મનસુખલાલ તેજાણી ધોરાજી, ઋષભ પ્રવેશ દ્વારના દાતા દયાળજીભાઈ અંબાવીદાસ ગાંધી  ધોરાજી, મહાવીર પ્રવેશદ્વારના દાતા ધનલક્ષ્મીબેન ચંદ્રકાંતભાઈ ગાંધી ધોરાજી, મુંબઈ સીમંધર, પ્રવેશદ્વારના દાતા હરકુવરબેન દયાળજીભાઈ ગાંધી ધોરાજી, ગોચરી કક્ષના દાતા કમુદબેન કિરીટ કુમાર તેજાણી  ધોરાજી તેમજ સ્‍વાધ્‍યાય કક્ષના દાતા અરુણાબેન દિલીપકુમાર તેજાણી ધોરાજી તેમજ વૈયા વચ્‍ય કક્ષના દાતા મનસુખલાલ દયાળજીભાઈ ગાંધી ધોરાજી ઓસ્‍ટ્રેલિયા તેમજ અજરામર સ્‍વામી ગાદી પ્રતીકના દાતા સ્‍વ ચંપાબેન મનસુખલાલ દોશી ધોરાજી, મહામાંગલિકના દાતા સ્‍વ. વિજયાબેન મગનલાલ સંઘાણી દુધિવદર વાળા તેમજ મહાપ્રભાવક ઉપરસ્ત્રોતના દાતા વિજયાબેન શાંતિલાલ જોગી મુંબઈ ધોરાજી, અજરામર જ્ઞાન દ્વારા દાતા સ્‍વ. જ્‍યોતિબેન રાજેન્‍દ્રભાઈ શેઠ ધોરાજી, અજરામણ દર્શન દ્વારના દાતા માતુશ્રી રેવા કુંવરબેન અમીચંદભાઈ શેઠ ધોરાજી, અજરામર ચરિત્રદ્વારના દાતા સ્‍વ. રેવાબેન જટાશંકર દફતરી ધોરાજી તેમજ અજરામર તપ દવારના દાતા માતુશ્રી નીલમબેન નટવરલાલ પારેખ ધોરાજી, નવકાર મંત્રના દાતા સ્‍વ અરૂણાબેન અરૂણભાઈ સંઘાણી લીમડી, સંઘપ્રમુખ ધોરાજી તેમજ અજરામર જીવન ચરિત્રના દાતા સ્‍વ હરકુંવરબેન દયાળજીભાઈ ગાંધી ધોરાજી તેમજ સીમંધર સ્‍વામી જીવન ચરિત્રના દાતા. સ્‍વ પૂજ્‍ય માતુશ્રી મંજુલાબેન મનસુખલાલ બખાઈ ધોરાજી જૈન પ્રતીકના દાતા પૂજ્‍ય પિતાશ્રી સ્‍વ.મનસુખલાલ ભગવાનજીભાઈ બખાઈ ધોરાજી ભક્‍તામરસ્ત્રોતના દાતા સ્‍વ તારાચંદ નાનજીભાઈ મહેતા અમેરિકા તેમજ નવકારસીના લાભાર્થી કુમુદબેન કિરીટભાઈ તેજાણી પરિવાર તેમજ સમગ્ર સંઘ જમણવાર  ભોજન સમારંભના દાતા સ્‍મિતાબેન પ્રદીપભાઈ તેજાણી તથા પ્રદીપભાઈ મનસુખભાઈ તેજાણી, ડો.રોહન ડો.હિરલ માહિર રાજકોટ મૂળ ધોરાજી વિગેરે દાતાશ્રીઓનું સાલ ઓઢણી તેમજ મોમેન્‍ટો આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 આ પ્રસંગે તકતીના દાતા કિર્તીભાઈ કોટિચા એડવોકેટ ધોરાજી જૈન સમાજના અગ્રણી તેમજ રાજકોટ નાગરિક સહકારી બેંકના કન્‍વીનર લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ નિકુંજભાઈ પારેખ ભરતભાઈ બગડા નયનભાઈ કુહાડીયા હુસેનભાઇ કુરેશી વિમલભાઈ સોંદરવા વિગેરેનું મોમેન્‍ટો તેમજ સાલ દ્વારા સંસ્‍થાના પ્રમુખ અરૂણભાઈ સંઘાણી તેમજ ચેતનભાઇ ગાંધી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી સ્‍થાનકવાસી જૈન સંઘ ધોરાજી પ્રમુખ અરૂણભાઈ મગનભાઈ સંઘાણી, મંત્રી ચેતનભાઇ હરસુખલાલ ગાંધી, ખજાનચી અજયભાઈ કિરીટભાઈ તેજાણી, ટ્રસ્‍ટી અશોકભાઈ છોટાલાલ શાહ, વિપુલભાઈ કાંતિલાલ તુરખીયા, દેવાંગ પ્રીતમલાલ સંઘાણી. દિલીપભાઈ તેજાણી, કિર્તીભાઈ કોટીચા એડવોકેટ ચિંતનભાઈ સંઘાણી નિકુંજભાઈ પારેખ વિગેરે જૈન સમાજના ભાઈ બહેનો વિવિધ મંડળના યુવાનો વિગેરે નૂતન ઉપાશ્રય ઉ્‌દઘાટન સમારોહની સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:54 am IST)