Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જામકંડોરણા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની બરડીયામાં ઉજવણી

જામકંડોરણા : તાલુકા કક્ષાના પ્રજાસત્તાકદિનની ઉજવણી બરડીયા ગામે તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી .જામકંડોરણા મામલતદારશ્રી કે.બી.સાંગાણીના હસ્‍તે ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા તેમજ પોલીસ પરેડ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયો હતા આ કાર્યક્રમમાં તાલુકા સંઘના પ્રમુખ લીલાભાઇ ભંડેરી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કામરીયાભાઇ, તાલુકા પંચાયતના સદસ્‍ય ઇલાબેન ભૂત, વિજયદાન ગઢવી, ગુંદાસરી તથા જુનામાત્રાવડના સરપંચો, નાયબ મામલતદાર અંકિતભાઇ શેખડા, બરડીયા સહકારી મંડળીના પ્રમુખ પ્રવિણભાઇ ભુત વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે બરડીયાના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તલાટી મંત્રી, આચાર્યએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સી.આર.સી. કોઓર્ડીનેટર સોહિલભાઇ જયસ્‍વાલ અને પ્રશાંતભાઇ મહેતાએ કર્યું હતું (તસ્‍વીર-અહેવાલ : મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)

(12:04 pm IST)