Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઓખા નગરપાલિકા દ્વારા ૭૪માં પ્રજાસતાક દિવસની લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ઉજવણી

( ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૨૭ : ઓખા ખાતે ઓખા નગરપાલિકા દ્વારા ૭૪માં પ્રજાસતાક દિવસની લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ.૭૪ માં પ્રજાસતાક દિવસ નિમિતે  ઓખા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉષાબેન સુરેશભાઈ ગોહિલના વરદ હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ. આ તકે ઓખા નગરપાલિકા સંચાલિત સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્‍કળતિક કાર્યક્રમ કરવામાં આવેલ.

આ તકે ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અગ્રણી સહદેવસિંહ પબુભા માણેક,ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા બી માણેક,ઓખા નગરપાલિકા ના ચીફ ઓફિસર અમિત પંડ્‍યા,ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ તથા તેમની ટીમ, ઓખા ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તથા તેમની ટીમ, ઓખા નગરપાલિકા સંચાલિત સ્‍કૂલના પ્રિન્‍સિપાલ તથા તેમનો સ્‍ટાફ અને ગ્રામ જનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકાના સેનેટરી ઇન્‍સપેક્‍ટર રાજેશભાઇ માણેક તથા સ્‍ટાફ એ જહેમત ઉઠાવી હતી.

(12:05 pm IST)