Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જામજોધપુર રઘુવંશી યુવક મંડળના નવા હોદેદારોની વરણી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ રઘુવંશી યુવક મંડળના નવા હોદેદારોની વરણી કરાઈ છે જેમાં યુવક મંડળના પ્રમુખ તરીકે મુનાભાઈ ચોંટાઈ, ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ રાજાણી , મંત્રી તરીકે દીપકભાઈ રાજાણી, ખજનચી તરીકે સાગરભાઈ મજીઠિયા તથા કારોબારી અધ્‍યક્ષ તરીકે કિશનભાઈ પોપટની વરણી કરાઈ છે તેમજ કારોબારી સભ્‍ય તરીકે આનંદ લાખાણી, કૌશીકભાઈ રાયઠઠા, હેનીશ ખધેડિયા, રાજ રાજાણી, જય હિંડોચા, ધવલ ગણાત્રા, જયદીપ સવજાણી, હિરેન સૂબા, હાર્દિક પાઉંની વરણી કરવામાં આવી છે.

(12:08 pm IST)